BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મુન્દ્રા તાલુકામાં ‘માતૃશક્તિ વંદના’ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો.

બહેનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે નારી શક્તિનું ગૌરવપૂર્ણ સન્માન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા.૧૪ એપ્રિલ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મુન્દ્રા તાલુકામાં ભવ્ય ‘માતૃશક્તિ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુંદરા તાલુકાની વિવિધ શાળાઓની શિક્ષિકા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વર્ગ-૨ આચાર્ય મેનાબેન મોઢા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે મહાસંઘની ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ તૃપ્તિબેન ઠાકર દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંજારના શાસન અધિકારી વર્ગ -૨ અધિકારી તેમજ મહાસંઘના પ્રાંત કોર ટીમ ઉપાધ્યક્ષ મુરજીભાઈ મીંઢાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય અતિથિ તરીકે મુન્દ્રા પોલીસ સ્ટેશનની ASI બહેન શ્રી પીનાઝબેન, રાહીબેન અને જયશ્રીબેનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શિશુમંદિરના પ્રધાન આચાર્ય ભારતીબેન વાળા તેમજ સરકારી માધ્યમિક જિલ્લા ઉપાધ્યક્ષ નિધિબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી માટે શિક્ષિકા બહેનો શબનમબેન, હેતલબેન, સોનલબેન ગઢવી, યોગ શિક્ષક નેહલ પંડ્યા અને વિદ્યાર્થીની માનસીબેન પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા.મુન્દ્રા તાલુકાની ખાખર, ધ્રબ, ભુજપુર, ઝરપરા, નવીનાલ, લૂણી તેમજ C.K.M. કન્યા વિદ્યાલય, શિશુમંદિર અને સંસ્કાર સ્કૂલ જેવી વિવિધ સંસ્થાઓની શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ભુજપુર હાઈસ્કૂલના આચાર્ય અલ્પાબેન પટેલ અને સંસ્કાર સ્કૂલના આચાર્ય નેહાબેન જોશી તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર સેવિકા સમિતિની ઇરાબેન જાટીઆએ બૌદ્ધિક રમતો યોજી સહભાગીઓને જોડ્યા હતા. સરકારી ઉચ્ચતર માધ્યમિક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પુનશીભાઈ ગઢવી અને કલ્યાણભાઈ ગિલવાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત જીયા જોશી દ્વારા તલવાર પ્રદર્શન કરી નારી શક્તિનું દ્રષ્ટાંત રજૂ કરવામાં આવ્યું હતું અને નવ કુમારિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મહિલા ઉપાધ્યક્ષ ડૉ. પૂજાબેન કેવડિયાએ કર્યું હતું, જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અલ્પાબેન ગોરે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઇ જાનીની યાદીમાં જણાવાયેલ હતું.

Back to top button
error: Content is protected !!