KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા મોડી રાત્રે કેક કાપી ભીમ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૧૫/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર ખાતે ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજ્યંતિની ભવ્ય ઊજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં કાલોલના તમામ વડીલો યુવા મિત્રો અને માતાઓ બહેનો મોટી સંખ્યામાં મોડી રાત્રીના સાડા નવ વાગ્યાના સમયે ઉપસ્થિત રહ્યા હતા.હાજર રહેલ સૌએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી.કેક કાપી ઉજવણીને સૌએ વધાવી અને સેવાનો લાભ લીધેલ હતો જ્યાં કાર્યક્રમમાં સુનિલભાઈ મકવાણા પાલ્લા,પ્રવિણભાઈ ચૌહાણ ભાણપુરા, ભાવેશભાઇ સોલંકી બાકરોલ, પરસોત્તમભાઈ માસ્તર ભુરખલ, અરવિંદભાઇ જાદવ પીપલછટ, સોમાભાઇ રોહિત ખેરોલી, કુંદનભાઇ બાલાસિનોર, ભાવેશભાઇ મકવાણા કાલોલ તમામ વડીલો ઉપસ્થિત રહી બાબા સાહેબને યાદ કરી તેઓના બતાવેલ માર્ગ ઉપર ચાલવા માટે અને આજની યુવા પેઢીને શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અને નિરવ્યસની બની સમાજના સાચા રાહબર બનવા માટેની ઉપસ્થિત વક્તાઓ દ્વારા પોતાની વાતો રજુ કરવામાં આવી હતી જ્યાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સુનિલભાઇ મકવાણા દ્વારા કરવા માં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!