
વિજાપુરમાં મહિલા કોલેજ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ, વિજાપુર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી.
રેલી દરમિયાન “મતદાન કરો, લોકશાહી મજબૂત કરો”, “વોટ આપો, દેશ બચાવો” અને “તમારો મત, તમારું ભવિષ્ય” જેવા પ્રેરણાત્મક નારા સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકશાહી પ્રત્યેની જવાબદારી સમજાવવાનો હતો.
આ કાર્યક્રમમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ પટેલ તેમજ સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર મનીષકુમાર ગામીત તેમજ પૂર્વ પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિનોદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




