કાલોલ ખાતે પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીને ડોક્ટરેટ ની પદવી બદલ ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

તારીખ ૧૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી.વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન કરાયુ.મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે:ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ,જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ,હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ.ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ,શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થા, કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ.”પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી.આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.








