KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં ઘર આંગણેથી રૂ. 40 હજાર ની બાઇક ચોરાઈ જતાં નોંધાઈ પોલીસ ફરિયાદ.

 

તારીખ ૧૮/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે હોળી ચકલા વિસ્તારમાંથી ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે.

મળતી વિગત મુજબ વેજલપુરના હોળી ચકલામાં રહેતા જૈદ મોહમદ હનીફ કઠીયાએ વર્ષ 2025માં પોતાના વપરાશ માટે હીરો સ્પ્લેન્ડર બાઇક ખરીદી હતી. બુધવારે રાત્રે તેઓએ યુસુફી મસ્જિદ પાસેના બીજા ઘરે GJ 17 CQ 9372 નંબરની બાઇક લોક કરીને મુકી હતી અને ગુરુવારે સવારે જોતા બાઇક ઘર આંગણે ન હતી.આસપાસ શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા જૈદભાઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો બાઇકનું લોક તોડી રૂ. 40,000ની કિંમતની મોટરસાયકલ ચોરી ગયા છે.પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!