GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમ.એમ.ગાંધી કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ પરના પોલીસ અને હોમગાર્ડ જવાનો એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

 

તારીખ ૨૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી દિવસોમાં યોજાનારી જીલ્લા તેમજ તાલુકા પંચાયત ચૂંટણી-૨૦૨૬ ચૂંટણીના ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની ખાસ સુવિધા ઊભી કરાઈ છે. જે અંતર્ગત કાલોલની એમ.એમ.ગાંધી કોલેજ ખાતે આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ કરાયો હતો જ્યાં કાલોલ તાલુકામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં કામગીરીમાં જોડાયેલા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડો.એમ.કે.ડોડીયા ચુંટણી અધિકારી કાલોલ જીલ્લા પંચાયત મતદાર વિભાગ નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી) પંચમહાલ અને વિકાસ એ પટેલ ચુંટણી અધિકારી કાલોલ તાલુકા પંચાયત અને મામલતદાર કાલોલ દ્વારા ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં નિમાયેલા સરકારી અધિકારીની હાજરીમાં જવાનોએ ગુપ્ત રીતે મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ જવાનો મતદાન માટે ઉમટી પડ્યા હતા અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાયદો અને વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો મતદાનથી વંચિત ન રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ફોર્મ ભરીને આવેલા તમામ જવાનો અહીં પોસ્ટલ બેલેટથી મત આપવા લાઇનબંધ ગોઠવાઇ ગયા હતા જ્યાં મતદાન કર્યા બાદ તમામ બેલેટ પેપર સીલબંધ કવરમાં સુરક્ષિત રાખી મતગણતરીના દિવસે ખોલવામાં આવશે.

Back to top button
error: Content is protected !!