BHUJGUJARATKUTCH

કોમન કેન્સર સ્ક્રિનિંગ અને વહેલું નિદાન અંગે બે દિવસીય તાલીમની પ્રથમ બેઝ GAIMS ભુજ ખાતે યોજાઈ

કુલ 40 તાલિમોમાં 1600 જેટલાં આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓને આવરી લેવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ એપ્રિલ : આરોગ્ય વિભાગ ગુજરાતના ગ્રામ્ય આરોગ્ય કમિશનરશ્રી રતનકુંવર ચારણ ગઢવીની સૂચના અને માર્ગદર્શન અન્વયે GAIMS ભુજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના અધ્યક્ષ સ્થાને કોમન કેન્સર સ્ક્રિનિંગ અને વહેલું નિદાન અંગેની બે દિવસીય તાલીમ ની પ્રથમ બેચનો સફળતાપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તાલીમમાં મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ, ફિમેલ અને મેલ હેલ્થ વર્કરને તાલીમ આપવામાં આવી હતી. આગામી 5 મહિના માં આવી કુલ 40 બેચો યોજી 1600 જેટલાં આરોગ્યના અધિકારી, કર્મચારીઓ ને આવરી લેવામાં આવશે.તાલીમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓને મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા સામાન્ય કેન્સરના પ્રારંભિક લક્ષણો, સ્ક્રિનિંગ પ્રક્રિયા તેમજ વહેલી તકે નિદાન કરીને યોગ્ય સારવાર શરૂ કરવાની વિગતવાર માહિતી આપવામાં આવી.તેમજ સ્ક્રિનિંગની યોગ્ય પદ્ધતિ, હાઈ રિસ્ક વ્યક્તિઓની ઓળખ અને સમયસર રેફરલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં ઈ. ચા. ADHO ડૉ. અમીન અરોરા, GAIMS ના MD PSM ડૉ. મહેતા, GAIMS ના ડો. જુનેદ,જિલ્લા MPHS હરિભાઈ, DPC વિપુલ દેવમુરારી, DFO (NCD) નીરવ ગોહિલ તેમજ DTT માંથી અસલમ લોટા હાજર રહ્યા હતા.તાલીમમાં ટ્રેનર તરીકે DTT માધાપર ના SMO ડૉ. કીર્તકુમાર સીજુ, GAIMS ના ડૉ. અનેરી મોદી, ડૉ. મહેક પીંડોરિયા, ડૉ.વિજય આહીર, ભારાપર CHC ના ડૉ. પ્રાચી દોશી, જિલ્લા પંચાયત ના ડૉ. હર્ષકુમાર અને ડૉ. રાહુલસિંહ ચોહાણ હાજર રહી માર્ગદર્શન આપેલ.તાલીમને અસરકારક બનાવવા કાર્યક્રમ બાબતના વિવિધ પ્રેઝન્ટેશન, વિડિઓ બતાવવામાં આવેલ. અનુરૂપ ડમી મોડલ મારફતે સમજણ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને રોલપ્લે પણ કરાવવામાં આવેલ હતું. આ બાબતના હાજર OPD ના દર્દીઓ પણ બતાવવામાં આવેલ.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરી સ્તરે કેન્સરના કેસોને વહેલી તકે ઓળખી કેન્સરમાં થતા મૃત્યુદર ને ઘટાડવાનો છે.આ તાલીમને સફળ બનાવવા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતની સાથે GAIMS ભુજ અને DTT માધાપરનો સહયોગ મળેલ.

Back to top button
error: Content is protected !!