સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પાટડી, ચોટીલા અને થાનગઢના રૂટ નં. ૫ પર EVM અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા

તા.21/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારુ આયોજન અને આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર ૫માં સમાવિષ્ટ ગામોમાં મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવા માટે EVM – ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને VVPAT નિદર્શન કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે પાટડી અને ચોટીલા ખાતે યોજાયેલ આ નિદર્શનમાં નાગરિકોને EVM મશીન દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી, તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો થાય અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધે તે છે થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર ૫ પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગે રહેલી ઉત્સુકતા અને મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો હતો અનેક મતદારોએ પોતે ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.



