
વિજાપુર તાલુકા પંચાયત અને નગર પાલિકામાં ભાજપનો ભગવો લેહરાયો
પાલિકા વોર્ડ નમ્બર 5 માં કોંગ્રેસ ની જંગી મતો થી જીત આ વોર્ડ માં ભાજપે એક પણ ઉમેદવાર મુક્યો નહતો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
એક સમયે જીલ્લાના રાજકારણ ની લેબોરેટરી ની પારા સીસી ગણાતા વિજાપુર તાલુકા માં અને શહેરમાં ફરી ભાજપ નો ભગવો લહેરાયો છે પાલિકા માં ગત વખત કરતા આ વખતે ભાજપ વધુ બેઠકો મેળવી કરેલ વોર્ડ રચના બાદ રાજકીય ગણિત ઉંધુ પાડ્યું છે ગત વખત પાલિકા માં છ કોંગ્રેસ અને પાંચ અપક્ષો 17 બેઠકો ભાજપ ની હતી આ વખતે વોર્ડ રચના બદલાયા બાદ ભાજપે મુકેલા 24 જેટલા ઉમેદવારો જીત્યા છે જ્યારે કોંગ્રેસ ના ફક્ત ચાર ઉમેદવાર ની જીત થઈ છે જ્યારે તાલુકા ની 26 બેઠકો માંથી વસાઈ 1 અને જંત્રાલ ની બેઠક કોંગ્રેસે મેળવી હતી જ્યારે બહુમત સાથે 24 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ફૂદેડા ની બેઠક ઉપર સિંગર નેહા સુથાર નો ભવ્ય વિજય થતા તેઓનો વિજયી રથ નીકળ્યો હતો <
img src=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2026/04/IMG-20260428-WA0119-300×198.jpg” alt=”” width=”300″ height=”198″ class=”alignnone size-medium wp-image-1590552″ />જીલ્લા પંચાયત ની છ બેઠકો ઉપર પણ ભાજપ ની જીત થઈ હતી જેમાં સૌથી વધુ મતો જીત વિજાપુર ઓજી ગોવિંદપુરા બેઠક ઉપરથી જીજ્ઞેશ ભાઈ પટેલ ની 11521 મતો થી ભવ્ય જીત થઈ હતી જીતેલા ઉમેદવારો એ ડીજે સાથે પોત પોતાના વિસ્તાર માં વિજયી સરઘસ ફેરવ્યો હતો
વિજાપુર નગરપાલિકા ચૂંટણી પરિણામ
બેઠક પ્રમાણે મતો સાથે વિજેતાઓની યાદી
વોર્ડ નં. 1
બેઠક-1: રશ્મીકા મણિલાલ ભંગી (ભાજપ) — બિન હરીફ
બેઠક-2: નીતાબેન દિલિપકુમાર પટેલ (ભાજપ) — બિન હરીફ
બેઠક-3: જયવીર નરહરિપ્રસાદ બારોટ (ભાજપ) — 1461 મતો મેળવી વિજેતા બન્યા
બેઠક-4: જયમીનકુમાર શંકરભાઈ પટેલ (ભાજપ) — 1565 મતો મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 2
બેઠક-1: તૃપ્તી કૌશિકકુમાર મેવાડા (ભાજપ) — 1484 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-2: કામિનિબેન ભરતભાઈ પટેલ (ભાજપ) — 1416 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: અલ્પેશભાઈ રમેશભાઈ પટેલ (ભાજપ) — 1597 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-4: મુકેશકુમાર બચુભાઈ પેશ્વા (ભાજપ) — 1373 મત મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 3
બેઠક-1: નિશાબેન સતીશકુમાર પટેલ (ભાજપ) — 2028 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-2: કમળાબા દિનેશસિંહ રાઠોડ (ભાજપ) — 1983 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: ભાવેશકુમાર દિલીપજી ઠાકોર (ભાજપ) — 1837 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-4: સંજયકુમાર ચંદ્રકાન્ત બારોટ (ભાજપ) — 1725 મત મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 4
બેઠક-1: નિલમબેન મહેન્દ્રભાઈ પટેલ (ભાજપ) — 1152 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-2: શીતલબેન સંદિપકુમાર કડિયા (ભાજપ) — 1322 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: ગૌરવકુમાર લલ્લુભાઈ દેસાઈ (ભાજપ) — 1418 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-4: અશોકકુમાર શંભુભાઈ પટેલ (ભાજપ) — 1388 મત મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 5 (કોંગ્રેસનો દબદબો)
બેઠક-1: મુશીરાબાનુ મહંમદસલમાન શેખ (કોંગ્રેસ) — બિન હરીફ
બેઠક-2: તસબીતાબાનુ મોહંમદસાજિદખાન પઠાણ (કોંગ્રેસ) — 2141 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: નવજાનખાન સાદીકખાન પઠાણ (કોંગ્રેસ) — બિન હરીફ
બેઠક-4: મહંમદતન્ઝીલ તલતમહેમુદ સૈયદ (કોંગ્રેસ) — 2279 મત મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 6
બેઠક-1: નીરૂબેન પરેશકુમાર મિસ્ત્રી (ભાજપ) — 1597 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-2: બિના પ્રિતેશ પટેલ (ભાજપ) — 1537 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: ચિરાગકુમાર અશોકભાઈ લેઉવા (ભાજપ) — 1643 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-4: હિતેન્દ્ર પ્રતાપસિંહ પરમાર (ભાજપ) — 1519 મત મેળવી વિજેતા બન્યા
વોર્ડ નં. 7
બેઠક-1: નિશાબેન રણવિરસિંહ ચૌહાણ (ભાજપ) — બિન હરીફ
બેઠક-2: પ્રીતિબેન વિનોદભાઈ પરમાર (ભાજપ) — 1958 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-3: પાર્થ જશવંતભાઈ પટેલ (ભાજપ) — 1898 મત મેળવી વિજેતા બન્યા
બેઠક-4: શૈલેષકુમાર છનાજી ઠાકોર (ભાજપ) — 1764 મત મેળવી વિજેતા બન્યા



