DAHODFATEPURA

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે 13 જેટલા મારક હથિયારો સાથે સશસ્ત્રધારી ટોળાએ અંગત અદાવત રાખી એક ફોર વ્હીલર ગાડીને રસ્તામાં રોકી ફોર વ્હીલર ગાડીમાં સવાર એક યુવકને ગડદાપાટુનો માર મારી લોહી લુહાણ

તા.૦૧.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામે 13 જેટલા મારક હથિયારો સાથે સશસ્ત્રધારી ટોળાએ અંગત અદાવત રાખી એક ફોર વ્હીલર ગાડીને રસ્તામાં રોકી ફોર વ્હીલર ગાડીમાં સવાર એક યુવકને મારા હથિયારો વડે તેમજ ગડદાપાટુનો માર માર મારી લોહી લુહાણ કરી દેતા આ સંબંધે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુખસરના જવેસી ગામે નિશાળ ફળિયામાં રહેતા વાઘેલા જીતેન્દ્રકુમાર નરસિંગભાઈ તથા તેમની સાથે અન્ય એક યુવક મળી બંને જણા ફતેપુરાના બલૈયા ગામેથી ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તાની આગળ જતા પોતાની ફોર વ્હીલર ગાડીનો હોર્ન વગાડતા આ સમયે ત્યાં દોડી આવેલા 13 જેટલા મારક હથિયારો ધારણ કરી આવેલા ઈસમોએ વાઘેલા વાઘેલા જીતેન્દ્રકુમાર નરસિંગભાઈને મારક હથિયારો વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે સાથે ટોળાએ વાઘેલા જીતેન્દ્રકુમાર નરસિંગભાઈએ ગળામાં પહેરી રાખેલ સોનાની ચેન તેમજ ફોર વ્હીલર ગાડીમાંથી રોકડા રૂપિયા ચોવીસ હજાર ની લૂંટ ટોળું નાસી ગયું હતું. ઇજાગ્રસ્તને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સંબંધે ઇજાગ્રસ્તના પરિવારજનો સ્થાનિક પોલીસ મથકે દોડી ગયા હતા અને આ સંબંધે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની માંગણી સાથે પોલીસને લેખિતમાં અરજી કરી છે.

Back to top button
error: Content is protected !!