ANANDDEDIAPADA

આણંદ વોર્ડ નંબર 3 માં વિસ્તારો માં હાઈ વોલ્ટ ની ડીપી મુકવા બાબતે ડો. જાવેદ દ્વવારા આવેદન અપાયું.

આણંદ વોર્ડ નંબર 3 માં વિસ્તારો માં હાઈ વોલ્ટ ની ડીપી મુકવા બાબતે ડો. જાવેદ દ્વવારા આવેદન અપાયું.

તાહિર મેમણ – આંનદ – 05/05/2026 – આણંદ વૉર્ડ નં 3 માં આવેલ બીસ્મિલ્લા સોસાયટી, ઉમરી નગર, રહિમા નગર ,પરિવાર પાર્ટી પ્લોટ પાસેનો વિસ્તાર, રિલીફ કમિટી વિસ્તાર જે એમજીવીસીએલ ના સરદાર વિભાગ માં આવેલ જેમાં ઓછા વોલ્ટેજ ની ડીપી હોવાના કારણે અવાર નવાર કલાકો સુધી લાઈટો જતી રહે છે અને ત્યાં વાયર પણ જુના થઈ જવાના કારણે વારંવાર સળગી જાય છે જેના કારણે ત્યાં ના રહીશો ને અસહ્ય તકલીફો માં રહેવાનું થાય છે

ઉપર બાજુ ના વિસ્તારો માં હાઈ વોલ્ટ ની ડીપી મુકવી તેમજ જુના વાયરો બદલી ને નવા હેવી વાયરો નાખી આપવા માટે ડો જાવેદ વહોરા તેમજ ફીરોજ ખાન દ્વારા આજરોજ એમજીવીસીએલ ના કાર્યપાલક ઈજનેર ને અરજી આપવામાં આવી તેમજ રજુઆત કરવામાં આવી જે પણ શક્ય હશે તે વહેલી તકે કામ કરવાની બાંહેધરી આપવામાં આવી

 

અને નવી મેમણ કોલોની માં બધા વાયર નીચે લટકી ગયા છે તો ભવિષ્ય માં કોઈ તકલીફ ઊભી ના થાય એના માટે પણ રજુઆત કરવામાં આવી જે ટૂંક સમય માં જ સરખા કરી લેવામાં આવશે -+ ડો. જાવેદએસ વહોરા મ્યુનિસિપલ કોર્પોરેટર,વૉર્ડ નં, 3 કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી છે .

Back to top button
error: Content is protected !!