
વિજાપુર ખાતે ડીવાઇન ગ્રીન લેન્ડ સ્વિમિંગ પૂલના તરણવીરોએ સિદ્ધિ મેળવી અમદાવાદ ખાતે તરણ સ્પર્ધા માં વિજેતા બન્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે આવેલ ડીવાઇન ગ્રીન લેન્ડ સ્વિમિંગ પૂલમાં તાલીમ લઈ રહેલા તરણવીરોએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત તરણ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યો છે.
અમદાવાદમાં આયોજિત અમદાવાદ ડિસ્ટ્રીક સ્વિમિંગ ગાલા – ૨૦૨૬ તથા ૪મી અમદાવાદ ડિસ્ટ્રીક ફિન સ્વિમિંગ ટુર્નામેન્ટ – ૨૦૨૬માં વિજાપુર તાલુકાના તરણવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડીવાઇન ગ્રીન લેન્ડ ખાતે તાલીમ મેળવનાર ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી નોંધપાત્ર સફળતા મેળવી હતી.
સ્પર્ધામાં ડૉ. દિપકભાઈ પટેલે ૫૦ મીટર બોલ ડ્રિબલિંગમાં ત્રીજા ક્રમે આવીને કાંસ્ય પદક મેળવ્યો હતો. જ્યારે પર્વ પટેલે જુનિયર ‘ઈ’ ગ્રુપમાં સેન્ડવીચ રેસમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને બીઆઈફિન્સ સ્પર્ધામાં વિજેતા બની ગોલ્ડ મેડલ જીત્યો હતો। વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ માટે મનીષ ગોવિંદભાઈ પટેલ અને સરિતા મનીષભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.ટ્રેનર તથા ગોલ્ડ મેડાલિસ્ટ તોફિક વી. મેમણ (સચિવાલય જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સફળતા મેળવી છે.
તેમજ ડીવાઇન ગ્રીન લેન્ડના મેનેજર બ્રિજેશ સથવારા દ્વારા સ્પર્ધકો ને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિથી તાલુકા શહેરમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.



