KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં વીજ સમસ્યાથી ત્રસ્ત ભાગ્યોદય-ચામુંડા સોસાયટીના સ્થાનિક રહીશો મેદાને,કોર્પોરેટરો સાથે તંત્રને કરી રજુઆત.

 

તારીખ ૦૬/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ઠ ભાગ્યોદય સોસાયટી અને ચામુંડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી વીજ સમસ્યાઓ (લો વોલ્ટેજ, વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો અને ભારે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન) અંગે આજે રહીશો અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) કચેરી ખાતે સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી.જ્યાં રહીશોએ જણાવ્યું કે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી, જેના કારણે દૈનિક જીવનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે તેમજ ઘરેલુ વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ રજૂઆતમાં વોર્ડ નં. 4 ના કોર્પોરેટરો અને રહીશો સાથે હાજર રહી તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી જેમાં વિસ્તારમાં ટેક્નિકલ સર્વે કરીને લો વોલ્ટેજ અને ફ્લક્ચ્યુએશનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઓવરલોડ ઘટાડવા માટે જરૂરી ટ્રાન્સફોર્મર ક્ષમતા વધારવામાં આવે જ્યારે ગ્રામ્ય ફીડર બદલીને શહેરી ફીડર દ્વારા વીજ પુરવઠો આપવામાં આવે સાથે સાથે ભાગ્યોદય સોસાયટીમાં આવેલ જોખમી હાલતમાં આવેલા વીજ થાંભલા (નં. KAL/001/0037)ને તાત્કાલિક બદલવાની પણ માંગણી કરવામાં આવી, કારણ કે તે જાનહાનિનું કારણ બની શકે તેવી સ્થિતિમાં છે ત્યારે રહીશો અને કોર્પોરેટરોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવા મજબૂર બનશે.

Back to top button
error: Content is protected !!