ગૌ સમ્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય દર્જા મળે તેને લઈ દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

તા.૦૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગૌ સમ્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય દર્જા મળે તેને લઈ દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
સાધુ અને સંતો,ગણેશ મંડળો અને ધાર્મિક સંસ્થાઓએ ગૌ માતાના સન્માન માટે કરી માંગ અને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું દાહોદ મામલતદારને ભારતવર્ષના પૂજ્ય સાધુ-સંતો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે તે હેતુથી ગણેશ મંડળો, વિવિધ યાત્રા આયોજકો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં જોડાઈ મામલદારને સાધુ-સંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું,ભારતવર્ષના પૂજ્ય સાધુ-સંતો દ્વારા ગૌ માતાને “રાષ્ટ્રીય માતા”નો દર્જો આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.આ હેતુસર શહેરના વિવિધ ગણેશ મંડળો, યાત્રા આયોજકો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ મામલદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ પ્રસંગે સાધુ-સંતોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું પ્રતિક છે, તેથી તેને રાષ્ટ્રીય માતાનો દર્જો
આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુ થી આ પદયાત્રા રામાનંદ પાર્ક, માર્કેટ રોડ, માંડવાવ ચોકડી, ચાકલીયા ચોકડી થઈ મામલતદાર ઓફિસ દહાડો ખાતે આવેદનદન આપવામા મોટી સંખ્યામાં ભક્તો અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ “ગૌ માતા કી જય”ના જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું.





