SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસ ટીમે રાજપર ગામની સીમમાં મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતાં 3 શખ્સોને દબોચી લીધા

રોકડા રૂ.12,500 તથા મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.1,00,000 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.2,52,500 સહિત કુલ મળીને રૂ.3,65,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રોકડા રૂ.12,500 તથા મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.1,00,000 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.2,52,500 સહિત કુલ મળીને રૂ.3,65,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તથા જીલ્લાનો સામાન્ય નાગરિક દારૂ જુગાર જેવી બદીથી સંપુર્ણપણે દુર રહે તે સારૂ ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ બનતા અટકાવવા પ્રોહી/જુગારના વધુમા વધુ કેસો શોધી કાઢી આવી બદીને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા નાઓને જરૂરી સુચના કરેલ જે અન્વયે પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની સયુક્ત ટીમના પો.હે.કો અજયવીરસિંહ ઝાલા, અશ્વિનભાઈ માથુકિયા, ચંદ્રવિજયસિંહ રાણા, મહેન્દ્રભાઈ દાદરેસા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્રારા સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે રાજપરથી કરણગઢ ગામ તરફ જતા રસ્તે રાજપર ગામની સીમમાં મોબાઇલ ફોન વડે ચાલતા ક્રીકેટ સટ્ટાના જુગાર પર દરોડો પાડી મોબાઇલ ફોનમા આઇ.ડી. પાસવર્ડ દ્વારા જુગાર રમી રમતા ત્રણ ઇસમો જેમાં શાહીનભાઇ યુનુશભાઈ કોંઢીયા રહે, વઢવાણ ધોળીપોળ, ઘાંચીની મછીદ પાસે વઢવાણ, શાહરૂખભાઇ યુસુફભાઇ પઠાણ રહે, વઢવાણ ખારવાની પોળ, અંદર શાંકળી શેરી વઢવાણ, રાહીલભાઇ રૂસ્તમભાઇ પીલુડીયા રહે, વઢવાણ કસ્બાશેરી કણબીવાડના નાકે વઢવાણ વાળાઓ પાસેથી રોકડ રૂ.૧૨,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૯ કી.રૂા.૨,૫૨,૫૦૦ તથા ક્રિકેટ સટ્ટાનુ સાહીત્ય તથા ચોપડા તથા બોલપેન તથા મોટર સાયકલ નંગ ૨ કી.રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ કી.રૂા.૩,૬૫,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!