KALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરાની મુસ્લીમ દીકરીનો ડંકો: ધો-10માં 99.72 પર્સન્ટાઇલ સાથે આલિયા ખાલિદ એ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી.

તારીખ ૦૮/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા શહેર માટે ગૌરવની ક્ષણ લાવી છે ગોધરાની દીકરી આલિયા ખાલિદ હાથીભાઈએ. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10 SSC બોર્ડના પરિણામમાં આલિયાએ 99.72 પર્સન્ટાઇલ મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આલિયાની આ ઝળહળતી સિદ્ધિથી ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. મુસ્લિમ સમાજની આ દીકરીએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આલિયાની આ સફળતા બદલ પરિવારજનો, શાળાના શિક્ષકો અને શહેરના આગેવાનોએ તેને અભિનંદન પાઠવ્યા છે. આલિયાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાના આશીર્વાદ, શિક્ષકોના માર્ગદર્શન અને સખત મહેનતને આપ્યો છે. તેણીએ ભવિષ્યમાં ડોક્ટર બનીને સમાજ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.







