
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ મે : માંડવી તાલુકાના કાઠડા ગામ, વિજય વિલાસની ગેટની બહાર આવેલ હજરત મીંયા તમામી પીરના મેળાનું કચ્છ રાજ પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજાના હસ્તે રિબીન કાપીને મેળાને ખુલ્લો કરવામાં આવ્યું. હર સાલની જેમ આ વર્ષે પણ હિન્દુ-મુસ્લીમ કોમી એકતા ભાઈચારો પ્રતિક ઉર્ષ પ્રસંગે તકરીરનો પ્રોગ્રામ મુકરીર સૈયદ ગુલામશા મુસ્તફા (નવાવાસ, માંડવી) દ્રારા બયાન કરવામાં આવ્યું. આવેલા મહેમાનોમાં ખાસ કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા, મહિપાલસિંહ જાડેજા, અસલમ અકબરી સાહેબ, કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુ કુંભાર, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, નૌશાદ અહેમદખાન, સલીમ સુમરા, હઝરત મીંયા તમાચી પીર (ર.અ.) મેળા સમિતિના કેર અલીમામદ, સુમરા સુલેમાન, ઈબ્રાહીમ અબુભખર, કેર રજબ અલીમામદ, વાઘેર ઈકબાલ, મંધરા મામદ મુસા, વાઘેર કાસમ, કેર હમીદ, હમીદ ચવાણ, સમા અનવર, નોડે અખ્તર, સુમરા સાદીલ, સુમરા અબ્દુલા, ખલીફા નુરમામદ, ખાદીમ જુણેજા મોહમદ સલીમભાઈ, જુણેજા હબીબભાઈ, તેમજ કાઠડા સુન્નતવલ જમાત ધ્વારા ન્યાઝ અને મેળાની વ્યવસ્થા કરવામાં આવી. ચાદરપોશી કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા, મહિપાલસિંહ જાડેજા, તેમજ આગેવાનો ધ્વારા ચઢાવવામાં આવી હતી. ખાદીમ સલીમભાઈ ઘ્વારા કોમી એકતા માટે દુવા કરવામાં આવી હતી. મહેમાનોનું મોમેન્ટ, શાલ, ફૂલહારથી સન્માન કરવામાં આવેલ. પ્રોગ્રામનું સંચાલન રમજુ કુંભારે કરી હતી અને આભારવિધી ઝહીર સમેજાએ કરી હતી.





