SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

A.I. નો ક્રિમીનલ દ્વારા દુરુપયોગ થઈ શકે છે – એમ. એમ. દવે નિવૃત્ત જેલર

તા.10/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

A.I. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ નામે નવી લેટેસ્ટ ટેક્નોલોજીનો ધસમસતો પ્રવાહ ઇન્ટરનેટના માધ્યમથી મોબાઇલ અને કોમ્પ્યુટર મારફત આપણી તરફ ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યો છે. દુનિયા માટે તો ખબર નથી પણ આપણા માટે આ A.I. વરદાન સાબિત થાય એ પહેલા ભયંકર શ્રાપ ભયંકર સાબિત થાય એવો ભય મને તો સતાવે છે. કારણ કે દુનિયા સાથે કદમ મિલાવવા માટે નવી નવી ટેક્નોલોજી આવકાર્ય છેજરૂરી છે, પરંતુ આપણે હજી આવી ટેક્નોલોજીને પચાવવાને લાયક જ કદાચ નથી. ઇન્ટરનેટની મદદથી આ ઝડપી યુગમાં સમગ્ર દુનિયા દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે ત્યારે આપણે સાયબર ફ્રોડ અને ડીઝીટલ એરેસ્ટ જેવી ઘટનાઓ દ્વારા લોકોના કરોડો રૂપિયા સાયબર ક્રિમીનલ્સ ચાઉ કરીને પોલીસ અને બેંક પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી છે. ઇન્ટરનેટની ટેક્નોલોજીના નોલેજનો ગેરલાભ લઈને ઓન લાઇન ચિટિંગ સિવાય, હેકિંગ, ફીશીંગ, ફ્રોડમેઇલ ડાર્કવેબ સાઇડ, ઇન્ટરનેશનલ ટેરેરિઝમ, ચાઇલ્ડ પોનોગ્રાફી, ડેટા ચોરી નકલી ફોનકોલ્સ, નકલી પોલીસ, નકલી સીબીઆઈ, નકલી ઇન્કમટેક્સ ઓફિસર અને બ્લેકમિલ કરવા જેવી ઘટનાઓ દર ત્રીજી મિનિટ બને છે. કોઈ પણ ભોગે ઝડપી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં પ્રમાણિકતા ગીરવે મૂકનાર બદમાશ વર્ગ દેશમાં ઘણો મોટો છે. બ્લેક મિલિંગના ચક્રમાં અનેક યુવાન યુવતીઓ ફસાય છે, ફળ સ્વરૂપે દેશમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. નકલી ઇમેઇલ દ્વારા વારંવાર સ્કૂલ કે કોર્ટ સંકુલોમાં કે રેલ્વે સ્ટેશનમાં બોમ્બ મુકાયાની ધમકીઓ આપી ક્રિમીનલ વિકૃત આનંદ મેળવે છે, ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાય છે, પોલીસ ડોગસ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દોડતા થઈ જાય છે. તો
આ લેટેસ્ટ ટેક્નોલોજી A. I. તો એનાથી પણ ક્યાંય આગળની એવી ટેક્નોલોજી છે કે કોઈ બદમાશ ક્રિમીનલ પોતાની ઈચ્છા શક્તિ મુજબ કલ્પવૃક્ષની જેમ A.I. નો ગેરફાયદો ઉઠાવી શકે છે. A.I.એક એવી બલા છે કે એને તમે કોઈ પણ વિષયના અકલ્પ્ય કામ માટે ઇનપુટ આપો એટલે એક સેકન્ડમાં વિવેકપૂર્ણ રીતે આઉટ પુટ આપી, આગળના વધુ કામ માટે આદેશ માગે છે. અરે ખાસ તો મારી દ્રષ્ટિએ નવી પેઢી ઝેંઝી અને ઝેનઆલ્ફા યુગના સંતાનો કોઈ ક્ષેત્રમાં મહેનત નહી કરે, વાંચન નહી કરે, અભ્યાસ નહી કરે બધું જ ચેટ જીપીટી દ્વારા રેડીમેઇડ મેળવીને દેશનું યુવાધન અને દેશનું ભવિષ્ય તો સાવ અપાહિઝ થઈ જશે. તાજેતરમાં એક કિશોર દ્વારા દસમા ધોરણની પરીક્ષાના ટેન્શનમાં આત્મહત્યા કરવાની શ્રેષ્ઠ પધ્ધતિ વિશે A.I. પાસે સલાહ માંગી તો આત્મહત્યાની દસ પ્રકારની તરકીબ બતાવી તો કિશોર દ્વારા હાથની નસ કાપીને સુસાઈડ કરવાની પ્રેરણા મળી. હજી તો ટેકનોલોજીની શરૂઆત છે ત્યારે, દેશ અને દુનિયાની સેલિબ્રિટીઓના કેવા કેવા નકલી ફોટો વિડિઓ બનાવી લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરી વિકૃત આનંદ મેળવે છે એ આપણે જોઈએ છીએ ત્યારે સેલિબ્રિટીઓનાં જોઈને ભલે હસવું આવે છે, પણ જ્યારે આપણે ખુદ કે પરિવારની કોઈ મહિલા ભોગ બને ત્યારે સાચી પીડાનો એહસાસ થાય છે. આ ટેક્નોલોજીની એક વિશેષતા જણાવું તો કોઈ પણ વ્યક્તિના સુંદર વસ્ત્રો સાથેના ફોટા ઉપરથી નગ્ન વિડિઓ કોઈ પણ વ્યક્તિ સાથે ફટાફટ બની શકે છે. કોઈ પણ વ્યક્તિના વોઇસની પણ આબેહૂબ નકલ કરી ફોન દ્વારા છેતરપીંડી કરી શકે છે. ટેરિરિસ્ટો દ્વારા દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા જોખમાઈ શકે છે, કે નાણાંકીય ઉચાપતની વાત હોય કે બ્લેકમેઇલની ઘટનાઓમાં ભવ્ય વધારો થઈ શકે છે. કારણ કે દુઃખ સાથે લખવું પડે છે કે આપણે કહેવાતી આધ્યાત્મિક અને દંભી પ્રજા છીએ. રાષ્ટ્રભાવના,
વફાદારી, પ્રમાણિકતા અને ખાસ તો નીતિમત્તા આપણા લોહીમાં નથી એટલે અન્ય ઈમાનદાર દેશોની તુલનામાં આપણે ઘણા પાછળ જતા જઈએ છીએ. એટલે આ અદુભુત ટેક્નોલોજી નહી પચાવી શકીએ તો A.I. વરદાનના બદલે ભયંકર શ્રાપ સાબિત થાય તો નવાઈ નહી..

Back to top button
error: Content is protected !!