
વે મેડ હાઇસ્કુલ પાટ ધોરણ 10 નું સતત છઠ્ઠા વર્ષે 100% ટકા પરિણામ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/05/2025 – વે મેડ હાઇસ્કુલ પાટ ધોરણ 10 નું સતત છઠ્ઠા વર્ષે 100% ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું જેમાં સાગબારા તાલુકાના પાટ ગામ ખાતે આવેલ વે મેડ હાઇસ્કુલ શાળાએ ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
સાગબારા, ડેડીયાપાડા, ચીકદા તાલુકામાં પ્રથમ ક્રમાંકે વે મેડ શાળાના અર્થ નીતિન ચૌધરીએ 99.11 પાર્સન્ટાઈલ સાથે એ 1 ગ્રેડ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. જયારે અર્પિતા આનંદભાઈ વસાવા 96.36 પર્સન્ટાઈલ સાથે એ 1 ગ્રેડ તથા હેમા છગનારામ ચૌધરી 99.22 પર્સન્ટાઈલ સાથે એ 1 ગ્રેડ મેળવી ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
શાળાના સ્વપ્નદ્રષ્ટા સંચાલક બલવંતભાઈ પરમાર અને આચાર્યા મીનાક્ષીબેન પરમાર એ વિદ્યાર્થી તથા વાલીમિત્રોનું ફુલહાર પહેરાવી મોં મીઠું કરી સ્વાગત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા


