BHUJGUJARATKUTCH

સાંસદ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 માં દિવસે 24 ટીમોએ ભાગ લીધો સાંસદ વિનોદભાઈ ચાવડા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૧ મે : ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 8 માં દિવસે 12 ટીમો અને મીરઝાપર ખાતે પણ 12 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

 

આ સાથે તારીખ 10/05/2026 ના આઠમ દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “રામદેવ ઇલેવન ભુજ” અને ”માધવ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “માધવ ઇલેવન ભુજ” ની જીત થઇ હતી. બીજી મેચ “ધુરંધર ઇલેવન ભુજ” અને “Elite ફાઇટર ભુજ” વચ્ચે રમાઇ જેમાં Elite ફાઇટર ભુજ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “ધુણઇ ઇલેવન” અને “મહાદેવ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. જેમાં “મહાદેવ ઇલેવન” વિજેતા થઇ હતી. ચોથી મેચ “નિરોણા ઇલેવન” અને “વંદે માતરમ ઇલેવન સુખપર” વચ્ચે રમાઇ જેમાં “નિરોણા ઇલેવન” ની જીત થઇ હતી. પાંચમી મેચ “હિંગોરા બ્રધર્સ ઇલેવન” અને “પાલારા જેલ A ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં “હિંગોરા બ્રધર્સ ઇલેવન” વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ “સતાદાદા ઇલેવન સુખપર રોહા” અને “JR ઇલેવન ગોંડપર” વચ્ચે રમાઇ જેમાં “JR ઇલેવન ગોંડપર” વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

Back to top button
error: Content is protected !!