MEHSANAVIJAPUR

આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન

આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન

આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ
એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન

આકરા ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા વિજાપુર એસટી ડેપોમાં એનસીડી (નોન કમ્યુનિકેબલ ડિસીઝ) પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર ડો. એ.આર. પટેલ તથા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા એસટી ડેપોના ડ્રાઈવર, કંડકટર અને અન્ય સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન તમામ કર્મચારીઓના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. કુલ ૮૨ કર્મચારીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
આ ઉપરાંત હાલ ચાલી રહેલી હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ, ઓઆરએસના ઉપયોગ અને શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હીટ વેવ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઓઆરએસ કોર્નરની માહિતી પણ આપવામાં આવી હતી.આ પ્રસંગે વિજાપુર એસટી ડેપોના મેનેજર વિજયભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય ટીમને જરૂરી સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!