MEHSANAVIJAPUR

વિજાપુર બસ સ્ટેશન થી ચક્કર નજીક યુવક સાથે ઝપાઝપી કરી મોબાઇલ અને રોકડની લૂંટ તમાકુ ડોન સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

વિજાપુર બસ સ્ટેશન થી ચક્કર નજીક યુવક સાથે ઝપાઝપી કરી મોબાઇલ અને રોકડની લૂંટ
તમાકુ ડોન સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના બસ સ્ટેશન થી ચક્કર રોડ વિસ્તારમાં એક વ્યક્તિને માર મારી મોબાઇલ ફોન અને રોકડ રકમ લૂંટી લેવાયાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિજાપુરના માઢી આશ્રમ સામે લાલ બંગ્લોઝ ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિજયસિંહ પ્રકાશસિંહ મકવાણા તેઓ ગત મંગળવાર ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના મિત્ર ચમન ઉર્ફે ભુરો ઠાકોર સાથે બસ સ્ટેશન રોડ થી ચક્કર ઉપર શાકભાજી લેવા ગયા હતા.
તે દરમિયાન બસ સ્ટેશન પાસે એક ઇસમ આવી પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. વિજયસિંહ મકવાણા પૈસા આપવાની ના પાડતા આરોપીએ ગાળાગાળી કરી “આ ઇલાકો મારો છે, હું અહીંનો ડોન છું” કહી ધમકી આપી હતી. બાદમાં લાફો મારી ઝપાઝપી કરી તેમની પાસેથી રીયલમી કંપનીનો મોબાઇલ ફોન તેમજ શર્ટના ખિસ્સામાં રહેલા રૂ. ૬૭૦ રોકડા લઇ ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ વિજયસિંહ મકવાણા ના મિત્ર ચમન ઉર્ફે ભૂરો ઠાકોરે આરોપીની ઓળખ સાહીલહુસેન ઉર્ફે તમાકુ વિજાપુરવાળા તરીકે કરી હતી. આ બનાવ અંગે કંપનીમાં જાણ કરતાં પોલીસ ફરિયાદ કરવા જણાવાતા ફરિયાદીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી સામે બી.એન.એસ.ની કલમ ૩૦૯(૬) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!