કાલોલ તાલુકાના મલાવ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો: ગ્રામજનોને એક જ સ્થળેથી મળી તમામ સરકારી યોજનાઓની સહાય.

તારીખ ૧૯/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ એમજીએસ હાઇસ્કૂલ ખાતે મામલતદાર કચેરી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવક, જાતિના દાખલાથી લઈને વિધવા સહાય સુધીની સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને ઘરઆંગણે અને કોઈ પણ જાતની ધક્કામુક્કી વગર સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી કાલોલ તાલુકાના મલાવ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મલાવની એમ. જી. એસ. હાઈસ્કૂલ ખાતે મામલતદાર કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો ગ્રામજનોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર મલાવ ગામે હાજર રહ્યું હતું. આ કાર્યક્રમમાં કાલોલના મામલતદાર વિકાસ પટેલ, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિત પાલિકા અને પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અધિકારીઓએ જાતે જ કામગીરીનું સુપરવિઝન કરીને નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે વાતની તકેદારી રાખી હતી.ગ્રામજનોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે હાઈસ્કૂલ પરિસરમાં જ જુદા જુદા વિભાગોના વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સેવા સેતુ અંતર્ગત નીચે મુજબની સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી:જેમ કે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ, જન્મ-મરણનો દાખલો, લગ્ન નોંધણી અને મિલકત આકારણી પત્રક.રોજગાર અને કાનૂની સેવાઓ: મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, ઈ-સ્ટેમ્પિંગ, નોટરી કામગીરી અને સ્ટેમ્પ વેન્ડરની સુવિધા.સામાજિક સુરક્ષા: ગંગા સ્વરૂપા (વિધવા) આર્થિક સહાય યોજનાના ફોર્મ અને મંજૂરી.”સાચો લાભાર્થી સરકારી લાભ થી વંચિત ના રહી જાય અને બધી જ જરૂરિયાતો એક જ જગ્યાએથી પૂરી કરવાનો લક્ષ્યાંક”સેવા સેતુનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાના સમય અને નાણાંનો બચાવ કરવાનો છે. અરજદારોને એક જ જગ્યાએથી તમામ જરૂરી કાગળો અને દાખલા મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે.આ સફળ આયોજન બદલ મલાવ ગામ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોએ તાલુકા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.








