KALOL(Panchamahal)PANCHMAHAL

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પંચમહાલ જિલ્લાની મુલાકાતે,કાલોલના મલાવ ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો.

 

તારીખ ૨૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

મલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સુક્ષ્મ વ્યાયામ કરાવતા તેમણે જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે. યોગ ઋષિ મુનિઓની દેન હોવાનું જણાવીને રાજ્યપાલે દોડધામ ભર્યા જીવનમાં શારીરિક બીમારી તેમજ માનસિક અશાંતિને નાથવા માટે ભારેભરખમ જીમમાં જઈને કરાતી અંગ કસરતની સાપેક્ષે નિયમિત યોગાભ્યાસ દ્વારા સમગ્ર શરીરને સ્વસ્થ બનાવતા હોવાનું ઉમેરી યોગને દૈનિક ધોરણે અપનાવવા પર ભાર મૂક્યો હતો. શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી બુદ્ધિની તીવ્રતા વધવા સાથે એકાગ્રતા, શીતળતા વધતી હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી મંત્રના સામૂહિક જાપ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને ૐ ની મહત્તા જણાવીને બાળકોની યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!