BHUJGUJARATKUTCH

કચ્છ મ્યૂઝિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ ૨૦૨૬” નું સમાપન

લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૨૦ મે  : ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ 2026”નું સમાપન થયું છે. ત્રણ દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા.આ ઉત્સવના સમાપન દિવસે “આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ” અંતર્ગત વિશેષ સત્ર યોજાયું હતું. આ સાથે જ આયોજિત લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેની લોકોએ પ્રશંસા કરી હતી.સમાપન સમારોહમાં વિઝ્યુઅલ આર્ટના પ્રોફેસર પ્રો. સોની, પુરાતત્વ વિભાગના અધિકારીશ્રી જયપાલ સિંહ જાડેજા અને શ્રી ધવલ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નિષ્ણાતોએ કલા ક્ષેત્રે ભવિષ્ય બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આગળ વધવાની પ્રેરણા આપી હતી.અંતિમ સત્રમાં કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલાએ કાર્યક્રમના સંચાલન બદલ મહેમાનો, કલાકારો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ, ત્રણેય દિવસ સુધી ભાગ લેનાર તમામ સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેને કારણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું હતું. ડૉ. સુરેલાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છ મ્યૂઝિયમમાં કરવામાં આવશે જેથી સ્થાનિક કલાને સતત નવો મંચ મળતો રહો.

Back to top button
error: Content is protected !!