KALOL(Panchamahal)PANCHMAHAL

ઓપરેશન મિલાપ” હેઠળ કાલોલ પોલીસની સફળતા: ત્રણ વર્ષથી ગુમ માતા-પુત્રીને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન.

 

તારીખ ૨૧/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધવા માટે શરૂ કરવામાં આવેલ ૧૫ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ “ઓપરેશન મિલાપ” અંતર્ગત કાલોલ પોલીસને મોટી સફળતા મળી છે. કાલોલ પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ગુમ મહિલા અને તેની નાની બાળકીને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ભરવાડ દ્વારા સ્ટાફને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના આ.પો.કો સુરેશભાઈ ગોવિંદભાઈને હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી કે, કાલોલ પોલીસ સ્ટેશનના જાણવાજોગ નં. 08/23 ના કામે છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થનાર હીનાબેન રાજેન્દ્રભાઈ પરમાર તથા તેમની પુત્રી જીનલબેન રાજેન્દ્રભાઈ પરમાર, રહે. વરવાડા, તા. કાલોલ, હાલમાં મલાવ ચોકડી પાસે ઉભા છે. જે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે સ્થળ પર તપાસ કરતા બંને ગુમ થનાર મહિલા અને બાળકી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેને કાલોલ પોલીસ સ્ટેશને લાવી “ઓપરેશન મિલાપ” અંતર્ગત તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ત્રણ વર્ષ બાદ માતા-પુત્રીને હેમખેમ પરત મેળવી પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!