KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાની સરાહનીય પહેલ,સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૧૭ લાખનું શૌચાલય જનતાને અર્પણ.

 

તારીખ ૨૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં સ્વચ્છતાના સ્તરને વધુ મજબૂત કરવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત એક મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાલોલ નગરપાલિકા પાછળ અંદાજિત રૂ. ૧૭ લાખના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક નવીન શૌચાલયને આજ રોજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં નગરપાલિકા તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વિભાગો બનાવી નીચે મુજબની સગવડો ઉપલબ્ધ કરાવાઈ છે જેમાં મહિલાઓ માટે પાંચ અત્યાધુનિક શૌચાલય શીટ,પુરુષો માટે પાંચ શૌચાલય શીટ પુરુષો માટે વિશેષ પાંચ યુરિનલ (પેશાબઘર) અગાઉનું શૌચાલય જર્જરીત બન્યા બાદ લાંબા સમયથી બંધ હતુ નવા શૌચાલયની ખુબ જ જરૂરિયાત હતી ત્યારે નગરપાલિકાની પાછળના વિસ્તારમાં નવું શૌચાલય કાર્યરત થતાં અહીં આવતા મુલાકાતીઓ, વેપારીઓ અને સ્થાનિક રહીશોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે બનેલા આ શૌચાલયના કારણે વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહેશે અને ખુલ્લામાં શૌચ ક્રિયાના દૂષણને અટકાવી શકાશે.

Back to top button
error: Content is protected !!