KALOL(Panchamahal)PANCHMAHAL

દારૂના કેસનો ફરાર આરોપી કાલોલ GIDC પાસે પોલીસના સકંજામાં, 6 મહિનાથી હતો વોન્ટેડ.

 

તારીખ ૨૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ અંતર્ગત કાલોલ પોલીસને એક મોટી સફળતા મળી છે. રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૬ મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને કાલોલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ કાર્યરત હતા.તે દરમિયાન પી.આઈ. આર.ડી. ભરવાડને હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૯૮(૨), ૮૧ મુજબના ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૫૫૨૫૦૭૧૦/૨૦૨૫) નો વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનોદભાઈ પરમાર (રહે. ખંડોળી મંદિર ફળિયું, તાલુકા કાલોલ, જી. પંચમહાલ) હાલમાં કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી જી.આઈ.ડી.સી. પાસે ઊભો છે. જે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએથી આરોપી અશ્વિનભાઈ ઉર્ફે લાલો પરમારને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!