KALOL(Panchamahal)PANCHMAHAL

શિક્ષણની સાચી સેવા,ટીંબા ગામના આચાર્ય ‘બાલરક્ષક જીવન ગૌરવ’થી સન્માનિત.

 

તારીખ ૨૩/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્મ ને જેઓ ધર્મ માને છે તેવા સતિષભાઈ પ્રજાપતિ નું ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે બાલરક્ષક જીવન ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા પંચમહાલ જિલ્લા અને શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્રારા બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને સન્માન સમારોહ નું આયોજન અહિલ્યા પરિસર ઇન્દોર ખાતે કરવામાં આવ્યું જેમાં 17 રાજ્યના 120 નવાચારી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમ બે દિવસીય હોવાથી જેમાં પ્રથમ દિવસે એન. ઈ. પી. અંતર્ગત ચર્ચા કરવામાં આવી.વિશેષ તજજ્ઞ દ્રારા ઉપરોક્ત વિષય પર પ્રવચન આપવામાં આવ્યું બાદ સાંજે વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારબાદ બીજા દિવસે સવારે કાવ્ય સંમેલન માં વિવિધ રાજ્યના શિક્ષક મિત્રોએ પોતાની સ્વ રચિત કાવ્યોનું પઠન કરવામાં આવ્યું અને સાંજે નવાચારી શિક્ષક મિત્રોનું વિવિધ ક્ષેત્રે સન્માન કરવામાં આવ્યું જેમાં પંચમહાલ જિલ્લા ની ટીંબાગામ પ્રાથમિક શાળાના આચાર્ય સતીશકુમાર પ્રજાપતિ નું બાલરક્ષક પ્રતિષ્ઠાન જીવન ગૌરવ સન્માન પ્રદાન કરવામાં આવ્યું જેમાં સ્મૃતિ ચિહ્નન, પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી મહેમાનો દ્રારા સન્માનિત કરતાં શાળા પરિવાર તેમજ ટીંબાગામ ખુબજ ગૌરવ ની લાગણી અનુભવી છે.

Back to top button
error: Content is protected !!