ઘોઘંબાના ભાણપુરાથી રાયણમુવાડા અને દુધાપુરા ચોકડીનો રસ્તો બન્યો ‘મરણભૂત’!! શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? આખરે રોડ ક્યારે બનશે?

તારીખ ૨૩/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સરકારી તંત્ર કેટલી હદે આળસુ અને પ્રજાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોઈ શકે છે, તેનો જીવતો-જાગતો પુરાવો ઘોઘંબા મતવિસ્તારના એક સત્તાવાર સરકારી દસ્તાવેજમાંથી સામે આવ્યો છે. ભાણપુરા બસસ્ટેન્ડથી શરૂ થઈને રાયણમુવાડા ગામ થઈ દુધાપુરા ચોકડી સુધીના ૩.૨૦ કિલોમીટરના મુખ્ય રસ્તાને નવો બનાવવા માટે રૂ. ૨.૫૦ કરોડ (૨૫૦ લાખ)નું આખું બજેટ સરકારી કાગળ પર મંજૂર કરવા માટે મોકલવામાં આવ્યું હોવા છતાં, આજે પણ જમીની હકીકત એ છે કે આ રસ્તો બિસ્માર હાલતમાં છે અને લોકો નરક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે.”અમારી પાસે હવે પુરાવો છે કે આ રસ્તો સરકારના ધ્યાનમાં છે. તેમ છતાં કામ રોકી રાખવામાં આવ્યું છે. જો આ ખરાબ રસ્તાના કારણે કોઈ અકસ્માત થશે અને કોઈ પરિવારના મોભી, ભાઈ કે દીકરાનું મૃત્યુ થશે, તો તેના માટે જવાબદાર કોણ? શું કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ગોધરા) આની જવાબદારી લેશે?”ચોંકાવનારી બાબત એ છે કે આ એ જ રસ્તો છે જેને “ઘોઘંબા મતવિસ્તારના રસ્તાની દરખાસ્ત” માં ક્રમ નંબર ૧ પર રાખીને રૂ. ૨૫૦.૦૦ લાખ (૨.૫ કરોડ) ના ખર્ચે રિસર્ફેસીંગ (નવો ડામર રોડ, મેટલિંગ અને નાળા સહિત) કરવાની ભલામણ થયેલી છે.સળગતા સવાલો જેના જવાબ તંત્રએ આપવા પડશે:ફાઈલ ક્યાં અટકી છે?: ધારાસભ્યની ભલામણ અને ૨.૫૦ કરોડની દરખાસ્ત હોવા છતાં ગાંધીનગરથી વહીવટી મંજૂરી મેળવવામાં સ્થાનિક અધિકારીઓ કેમ નિષ્ફળ રહ્યા? ભ્રષ્ટાચારની આશંકા?: શું આ રસ્તાના નામે કોઈ વહીવટી ખેલ ખેલાઈ ગયો છે? કાગળ પર દરખાસ્ત બતાવીને જનતાને ક્યાં સુધી છેતરવામાં આવશે?ઈમરજન્સીમાં જવાબદાર કોણ?: આ માર્ગ પરથી ૧૦૮ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનો સમયસર પસાર થઈ શકતા નથી, જો કોઈ મોટી હોનારત થશે તો તેનો હિસાબ કોણ આપશે?૨.૫ કરોડની ફાઈલ પર કયું ‘સરકારી ગ્રહણ’ નડ્યું છે?જ્યારે સ્થાનિક ધારાસભ્યની ભલામણ છે, માર્ગ-મકાન વિભાગે પોતે સ્વીકાર્યું છે કે આ રસ્તો બનાવવો જરૂરી છે, તો પછી ફાઈલ કયા ટેબલ પર અટકી છે? શું ટેન્ડર પાસ કરવા માટે કોઈ વહીવટી “ટકાવારી” (કમિશન) ની રમત રમાઈ રહી છે? માનવ જીવની કિંમત શૂન્ય કેમ?ગ્રામજનોનો આક્રોશ સાચો છે. “જો આ તૂટેલા રસ્તાના પથ્થરો પરથી કોઈ નિર્દોષ બાઇક સવાર હવામાં ઉછળશે, કાબૂ ગુમાવશે અને કોઈનો વહાલસોયો દીકરો, ભાઈ કે પરિવારનો કમાતો મોભી (બાપ) જીવ ગુમાવશે, તો શું માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શુ આની જવાબદારી લેશે ખરા?









