પાટડી તાલુકામાં સરકારી કામગીરીને વધુ પારદર્શક બનાવવા જિલ્લા કલેક્ટરએ વિવિધ ગામોની મુલાકાત લીધી
મોટી મજેઠી, જીવણગઢ અને બજાણામાં કામગીરીનું ચેકિંગ, પોરડા ગામની પીવાના પાણીની સમસ્યાનું ત્વરિત અને સુખદ નિવારણ

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મોટી મજેઠી, જીવણગઢ અને બજાણામાં કામગીરીનું ચેકિંગ, પોરડા ગામની પીવાના પાણીની સમસ્યાનું ત્વરિત અને સુખદ નિવારણ, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં સરકારી કામગીરીને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ મોટી મજેઠી ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીના સામાન્ય દફતરની તપાસણી કરી હતી ત્યાર બાદ તેમણે જીવણગઢ ગામની આંગણવાડીની મુલાકાત લઈ પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું વહીવટી કામગીરીની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બજાણા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ સઘન તપાસણી કરી હતી પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને, આ મુલાકાત દરમિયાન પોરડા ગામના ગ્રામજનો દ્વારા પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને ધ્યાને લઈ તેનો ત્વરિત અને સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો વહીવટી તંત્રની આ સક્રિય અને ઝડપી કામગીરીથી સ્થાનિક લોકોમાં હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી.




