કાલોલ તાલુકા પંચાયતમાં જયપાલસિંહ રાઠોડની પ્રમુખ તરીકે તાજપોશી, સંજયસિંહ રાઠોડ બન્યા ઉપપ્રમુખ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ.

તારીખ ૨૫/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ડો.એમ.કે.ડોડીયા ની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં કાલોલ તાલુકા વિકાસ અધિકારી આર.પી.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડ ની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાઠોડ ની પસંદગી સાથે જ કાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી બેઠક દરમિયાન નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયતના સભાખંડમાં વરણી પ્રક્રિયા દરમિયાન કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે નવનિયુક્ત જીલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી, પંચમહાલ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, જીલ્લા પંચાયતના સભ્યો સાથે કાલોલ નગરપાલિકાના સભ્યો તેમજ કાર્યકરોની વિશેષ હાજરી જોવા મળી હતી. જ્યાં જીલ્લા નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી) ના અધ્યક્ષ સ્થાને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી અને વિજેતા ઉમેદવારોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ ને ફૂલહાર પહેરાવી શુભેરછાઓ પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે રાઠોડ બંધુઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે. પક્ષના આદેશ બાદ બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પાંચેય મુખ્ય હોદ્દા પર ભાજપે પોતાના ઉમેદવારો નક્કી કર્યા હતા. જેમાં કારોબારી ચેરમેન તરીકે યજુવેન્દ્રસિંહ જાદવ, પક્ષના નેતા તરીકે ચેતનાબેન ઠાકોર અને દંડક તરીકે અમરતબેન ચૌહાણની નિમણૂક થઈ છે.









