KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના અલીંદ્રા ચોકડી પાસેથી યુવકનો કિંમતી મોબાઈલ ફોન ગુમ, પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ

તારીખ ૨૫/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલીંદ્રા ચોકડી પાસેથી એક યુવકનો કિંમતી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે.મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બેકારના મુવાડા ખાતે રહેતા ૨૨ વર્ષીય યુવક જયપાલભાઈ નટવરભાઈ ભોઈએ કાલોલ પોલીસ સ્ટેશનમાં જાહેર વિગત આપતા જણાવ્યું છે કે, ગત તારીખ ૦૮/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ૧૯:૦૦ કલાકે કાલોલ તાલુકાના અલીંદ્રા ચોકડી પાસે તેમનો મોબાઈલ ફોન મોડેલ: OPPO CPH2781 (8/128 5G)સીમકાર્ડ જીયો (Jio) કંપનીનુ ક્યાંક પડી ગયો હતો. ઘણી શોધખોળ કરવા છતાં આ ફોન આજદિન સુધી મળી આવ્યો નથી.આ બાબતે કાલોલ પોલીસ મથકે જાણવા જોગ વિગત દાખલ કરવામાં આવી છે.હાલમાં આ કેસની આગળની તપાસ કાલોલ પોલીસે શરૂ કરી છે.








