BHACHAUGUJARATKUTCH

ભચાઉ મધ્યે માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા- ૨૬ મે : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાહેબ, આર.સી.એચ. ઓ ડો. દિનેશ પટેલ સાહેબ તેમજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર , સી.એચ.સી અધિક્ષક ડો.કે.કુમાર, ભચાઉ સી.ડી.પી.ઓ મીનાબેન ઠકકર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, આઈ.સી.ડી.એસ અને શિક્ષણ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે માસિક સ્વરછતા દિવસ ની ઉજવણી સી.એચ.સી ભચાઉ મધ્યે કરવા માં આવી.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર, સી.એચ.સી અધિક્ષક ડો. કે કુમાર, ભચાઉ અર્બન મેડિકલ ઓફિસર ડો. વિભૂતિ કોટડીયા, સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટ, ભચાઉ સી.ડી.પી.ઓ મીનાબેન ઠકકર, લાકડીયા સેજાના મુખ્યસેવિકા પ્રિયાબેન પંડ્યા, શિક્ષણ વિભાગ માંથી લીલાબેન પંડ્યા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર સૂર્યકાર્તભાઇ પરીખ, મંજુબેન ગરવા, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર નરેશભાઈ ગઢવી, એમ.ટી.એસ કૌશિકભાઇ સુતરીયા,એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, કિરન પાતર , આર.એમ.એન.સી.એચ.કાઉન્સેલર હર્ષાબેન, સામખીયારી સુપરવાઈઝર મીનાબેન સોલંકી, આંગણવાડી વર્કરબહેનો, આશા બેનો તેમજ 65 જેવી કિશોરી ઓ હાજર રહી હતી.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર એ કેમ માસિક સ્વરછતા દિવસ ની ઉજવણી કરવા માં આવે છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સ્ત્રી રોગ નિષ્ણાત ડો. પાર્થ ભટ્ટ સાહેબ એ માસિક ની સ્વરછતા ના રાખવા ના કારણે કેવા ચેપ લાગે છે તેમજ તેનાથી કેમ બચી શકાય તેના વિશે વિસ્તૃત સમજાવ્યું હતું. ભચાઉ સી.ડી.પી.ઓ મીનાબેન ઠકકર એ માસિક સ્વરછતા ની સાથે સાથે તે સમય દરમ્યાન પોષણ નું પણ ધ્યાન રાખવું જોઈએ તેમણે પોષણ તેમજ ટી.એચ.આર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. લીલાબેન પંડ્યા એ માસિક વિશે ની માન્યતા તેમજ ગેર માન્યતા વિશે સમજાવ્યું હતું. એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર એ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.જેમાં માસિક સ્વરછતા કોર્નર બનાવ્યું હતું તેમાં વિશે વિસ્તૃત માં સમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર એ આપી હતી.કિશોરી ઓને જુદી જુદી ગેમ રમાડવા માં આવી હતી.સેલ્ફી કોર્નર બનાવવામાં આવ્યું હતું. કિશોરી ઓ એ માન્યતા તેમજ ગેરમાન્યતા વિશે પોતાના અભિપ્રાય આપ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા દરેક એ સહયોગ આપ્યો હતો. અંત માં અલ્પાહાર કરી ને કાર્યકમ ને પૂર્ણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!