સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી કાર્યવાહી

કામરેજ તાલુકાના હલધરૂ ગામેથી બિલ-પુરાવા વગર તમાકુ અને પાન મસાલાનો જથ્થો લઈ જતી કાર ઝડપાઈ
સુરત ગ્રામ્ય એલ.સી.બી દ્વારા કામરેજ તાલુકાના હલધરૂ ગામેથી એક સેવરોલેટ એન્જોય કાર નં. MH-05-CV-3579 માંથી બિલ-પુરાવા વગરનો તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 4,23,543/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર નસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી.
એલ.સી.બી./પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હલધરૂ ગામની હદમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતાં તેમાં અલગ અલગ કંપનીના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીઓ કોઈ બિલ-પુરાવો રજૂ કરી શક્યા નહોતા અને જથ્થો મહારાષ્ટ્ર રાજ્યમાં સપ્લાય કરવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીઓ:
વિનોદકુમાર લાલબહાદુર (ઉ.વ. 55) – મુંબઈ
સુરજ મદનલાલ અરોરા (ઉ.વ. 32) – મુંબઈ
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
પાન મસાલા અને તમાકુ – રૂ. 2,13,943/-
મોબાઈલ ફોન – રૂ. 10,000/-
સેવરોલેટ એન્જોય કાર – રૂ. 2,00,000/-
રોકડા રૂપિયા – રૂ. 600/-
કુલ મુદ્દામાલ કિંમત : રૂ. 4,23,543/-
આ કામગીરીમાં એલ.સી.બી સુરત ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એન.જી. પાંચાણી સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









