સુરેલી સરપંચ ભારતસિંહ ચૌહાણના નિધનથી શોક, કાલોલ ધારાસભ્યના જન્મદિવસના તમામ કાર્યક્રમો રદ.

તારીખ ૦૧/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા આયોજિત તમામ કાર્યકમો રદ કરવા અપીલ કરી સુરેલી ગામના સરપંચ સ્વર્ગસ્થ ભારતસિંહ ચૌહાણના અકાળ અવસાનથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન છે આવી દુઃખદ પરિસ્થિતિમાં તેઓના આવતી કાલના જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તા ઓ દ્વારા આયોજિત તમામ કાર્યકમો રદ કરવામાં આવયા છે.તેઓના જન્મદિવસના તમામ કાર્યકમો મોકૂફ રાખી, સ્વર્ગસ્થ ભારત સિંહ ચૌહાણને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તમામ કાર્યકર્તા ઓને પોતાના વિસ્તારમાં આવેલા મંદિરોમાં પૂજા-પ્રાર્થના કરી તેમના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે સાથે જ સર્વે કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરી છે કે આવતી કાલે તેઓના નિવાસસ્થાને અથવા અન્ય કોઈ સ્થળે મળવા, શુભેચ્છા પાઠવવા કે કોઈપણ પ્રકારના ઉજવણી કાર્યક્રમનું આયોજન ન કરે.તેવી સોશિયલ મીડિયા માં અપીલ કરી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ સ્વ ભારતસિંહ ચૌહાણને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.






