BHUJGUJARATKUTCH

આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

ટુ-વ્હીલર, થ્રી- વ્હીલર પેસેન્જર, LMV કાર અને ટ્રાન્સપોર્ટ અને સ્પેશિયલ વાહનો/ કન્સ્ટ્રક્શનના વાહનોમાં પસંદગીના નંબર મેળવવા નોંધણી કરવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૩ જૂન : ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ/કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૨/૦૬/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪/૦૬/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૪/૦૬/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૧૬/૦૬/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.  સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://vahan.parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.

 

Back to top button
error: Content is protected !!