SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની વધુ એક મોટી સિદ્ધિ, 30 વર્ષીય મહિલાની અત્યંત જટિલ થાઇરોઇડ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન

છેલ્લા બે વર્ષથી ગળાની ગાંઠથી પીડાતા મહિલા દર્દીનું સચોટ નિદાન કરી નવું જીવન આપવામાં આવ્યું.

તા.04/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

છેલ્લા બે વર્ષથી ગળાની ગાંઠથી પીડાતા મહિલા દર્દીનું સચોટ નિદાન કરી નવું જીવન આપવામાં આવ્યું, સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં તબીબી વિજ્ઞાનનો એક નોંધપાત્ર કિસ્સો સામે આવ્યો છે અહીંના નિષ્ણાત તબીબો દ્વારા એક ૩૦ વર્ષીય મહિલા દર્દીની અત્યંત જટિલ ગણાતી થાઇરોઇડની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે આ દર્દી છેલ્લા બે વર્ષથી ગળાના ભાગે ગાંઠની સમસ્યાથી પીડાતાં હતાં આ સમસ્યાના નિવારણ માટે તેમણે અગાઉ અન્ય ઘણી હોસ્પિટલોમાં તપાસ કરાવી હતી પરંતુ ક્યાંય તેમની બીમારીનું કોઈ સચોટ નિદાન થઈ શક્યું ન હતું આખરે જ્યારે દર્દીએ મહાત્મા ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યારે અહીંના તબીબો દ્વારા ઝીણવટભરી તપાસ બાદ નિદાન થયું કે આ ગળાની ગાંઠ ખરેખર થાઇરોઇડ ગ્રંથિની ગાંઠ છે નિદાન બાદ તબીબોએ દર્દી અને તેમના પરિવારજનોને ઓપરેશનની જરૂરિયાત વિશે માહિતગાર કર્યા હતા. જોકે આ ઓપરેશન એટલું સરળ ન હતું કારણ કે દર્દીના શરીરમાં લોહીની ઉણપ હતી ઓપરેશનની શરૂઆત થતાં જ વધુ એક મોટો અને ગંભીર પડકાર સામે આવ્યો સર્જરી દરમિયાન તબીબોએ જોયું કે દર્દીના સ્વરતંતુ તરફ સંકેત લઈ જતી અત્યંત મહત્વપૂર્ણ એવી ચેતા (નર્વ) થાઇરોઇડની ગાંઠ સાથે સંપૂર્ણપણે ચીપકેલી હતી આ ચેતાને સહેજ પણ નુકસાન થવાનો સીધો અર્થ એ હતો કે દર્દી પોતાનો અવાજ કાયમ માટે ગુમાવી શકે છે પરંતુ, મહાત્મા ગાંધી હોસ્પિટલના નિષ્ણાત કાન-નાક-ગળા (ENT) સર્જન ડો. હાર્દિક પટેલ અને ડો. નિધિ ડોબરિયાની ટીમે આગવી કુનેહ સાથે અત્યંત સાવચેતીપૂર્વક આ ચોંટેલી ચેતાને કોઈ પણ પ્રકારના નુકસાન વિના છૂટી પાડી હતી ત્યારબાદ સર્જન ટીમે અદભુત કૌશલ્ય દાખવીને થાઇરોઇડની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી આ સમગ્ર ઓપરેશન દર્દીને સંપૂર્ણ બેહોશ કરીને કરવામાં આવ્યું હતું જે નિષ્ણાત એનેસ્થેટિસ્ટ ડો. કલરવ રાવલ અને ડો. સંજુ પ્રજાપતિની સતત દેખરેખ હેઠળ નિર્વિઘ્ને પૂર્ણ થયું હતું હોસ્પિટલના તબીબોની આ સંયુક્ત મહેનત, અદ્યતન સુવિધાઓ અને કુશળતાને પરિણામે આજે દર્દીને પીડામુક્ત અને સ્વસ્થ જીવન મળ્યું છે હાલમાં દર્દીની તબિયત એકદમ સ્થિર છે અને તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા છે આ સફળ અને જટિલ સર્જરી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમની ઉત્કૃષ્ટ કુશળતા, અહીં ઉપલબ્ધ અત્યાધુનિક સારવાર સુવિધાઓ અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે આ પડકારજનક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ, સુરેન્દ્રનગરના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારે નિષ્ણાત તબીબોની ટીમ અને તમામ પેરામેડિકલ સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત, ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓની આ જ નિષ્ઠાથી સેવા કરતા રહેવા માટે સમગ્ર સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જે સર્જરી માટે હજારો રૂપિયાનો મોટો ખર્ચ થતો હોય છે તેવી જ આ અત્યંત જટિલ અને ખર્ચાળ સર્જરી મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે દર્દીને તદન વિનામૂલ્યે કરી આપવામાં આવી છે હોસ્પિટલ પ્રશાસન અને તબીબી ટીમના આ સેવાભાવ તથા વિનામૂલ્યે મળેલી આ જીવનરક્ષક સારવાર બદલ દર્દીના પરિવારે અત્યંત ભાવુક બનીને સમગ્ર હોસ્પિટલ અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!