CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર મુરમ ખનન પર દરોડો કરી 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.04/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે ખાતેથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન, વહન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં આજરોજ બપોરના 11.30 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ તથા મામલદારશ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળ ભાગે દુધેલી ગામમાં આવેલ સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યામાંથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન વહન કરતા નીચે મુજબના વાહન જપ્ત કરી કુલ રૂ.90,10,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે જેમાં એક હિટાચી મશીન તથા ડમ્પર તથા 20 મે.ટન તાસ સહિત ઉકત જપ્ત કરેલ મુદામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ ગેરકાદેસરની પ્રવૃત્તિ કરનાર અલ્પેશભાઈ ભગવાનભાઈ સાંમડ, ગોવિંદભાઈ બી.સાંમડ રહે, બને ચોટીલા વાળા દ્વારા કરવામાં આવતી હતી વાહન માલિક અને ખોદાવનાર સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી તથા સાથે-સાથે ગેરકાયદેસર ખોદવામાં આવેલા ખાડાની માપણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!