SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

સિલિકોસિસના નિદાન પર રૂ. ૩ લાખ અને અવસાનના કિસ્સામાં પરિવારને રૂ.૪ લાખની આર્થિક સહાય: શ્રમિકોની આરોગ્ય સુરક્ષા માટે સરકાર મક્કમ

તા.05/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સિલિકોસિસના નિદાન પર રૂ. ૩ લાખ અને અવસાનના કિસ્સામાં પરિવારને રૂ.૪ લાખની આર્થિક સહાય: શ્રમિકોની આરોગ્ય સુરક્ષા માટે સરકાર મક્કમ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં નવી આધુનિક ESI હોસ્પિટલો ઊભી કરાશે, અગરિયા શ્રમિકો માટે નવા આવાસો અપાશે, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા જોગ આશ્રમ ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત શ્રમિકોને સંબોધતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો દેશના વિકાસની સાચી કરોડરજ્જુ છે અને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી ખેતરોમાં, ખાણોમાં કે નાના કારખાનાઓમાં કામ કરતા છેવાડાના માનવી સુધી તમામ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે શ્રમિકોનું શિક્ષણ, ઉત્તમ આરોગ્ય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરીને જ વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરી શકાશે થાનગઢ અને મોરબી જેવા અગ્રણી ઔદ્યોગિક વિસ્તારોમાં સિરામિક અને પથ્થર ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોમાં થતા ‘સિલિકોસિસ’ જેવા જીવલેણ રોગ સામે જાગૃતિ લાવવા પર મંત્રીશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો તેમણે આર્થિક સહાયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જો કોઈ શ્રમિકમાં આ રોગનું નિદાન થાય તો તેના પુનઃસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખ અને જો આ રોગના કારણે શ્રમિકનું અકાળે અવસાન થાય તો તેના પરિવારને રૂ. ૪ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે તેમણે શ્રમિકોને કામ દરમિયાન ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવા અને ફેક્ટરી માલિકોને પણ પોતાના સ્વાસ્થ્યની જેમ જ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને સુરક્ષા કીટ પૂરી પાડવા હાર્દિક અપીલ કરી હતી આગામી સમયમાં શ્રમિકો માટેની આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવાની જાહેરાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ટૂંક સમયમાં નવી ઈ. એસ. આઈ. (ESI) હોસ્પિટલો અને આધુનિક તબીબી સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવવાનું કામ કરતા આશરે ૫,૦૦૦ જેટલા અગરિયા શ્રમિકો માટે નવા આવાસની જોગવાઈ પણ વિભાગ દ્વારા કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી શ્રમિકોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તેમના પરિવારને સંપૂર્ણ સુરક્ષા મળે તેવા હેતુથી તમામ તાલુકા અને જિલ્લા મથકોએ શ્રમ વિભાગની યોજનાઓની સમજ અને તેનું અમલીકરણ વધુ વેગવંતું બનાવવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા શ્રમયોગીઓના હિત અને તેમના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે તેમણે થાનગઢ વિસ્તારમાં સિરામિક અને પથ્થરની ખાણના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સિલિકોસિસ જેવા ગંભીર રોગોથી બચાવવા માટે વ્યાપક જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો આ કાર્યક્રમને સરકારનું એક પ્રશંસનીય કદમ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે શ્રમયોગીઓ દેશ અને રાજ્યના વિકાસમાં રાત-દિવસ એક કરીને પોતાનો પરસેવો પાડે છે ત્યારે તેમના અને તેમના પરિવારના તંદુરસ્ત ભવિષ્યની ચિંતા કરવી એ સરકારની ફરજ છે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા સાંસદએ અનુરોધ કર્યો હતો કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરી તેને ઉછેરવાની જવાબદારી પણ આપણે સૌએ સામૂહિક રીતે સ્વીકારવી પડશે આ તકે તેમણે સ્થાનિક જનપ્રતિનિધિઓને સરકારી અધિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધીને વિસ્તારના વિકાસકામોને વેગ આપવા તેમજ સરકારના ધારાધોરણો મુજબ જનહિતના કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે થાનગઢ ખાતે આયોજિત સિલિકોસિસ માર્ગદર્શન કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની સિલિકોસિસની સમસ્યા અંગે રાજ્ય સરકાર અત્યંત ચિંતિત અને સંવેદનશીલ છે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચાડવો એ વહીવટી તંત્રની નૈતિક ફરજ છે તેમણે શ્રમયોગીઓને સરકારની માહિતી પુસ્તિકા વાંચીને જાગૃત બનવા તથા આ ગંભીર રોગ સામે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી હતી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલે શ્રમિકોને સિલિકોસિસ રોગ અંગે વિસ્તૃત તબીબી જાણકારી આપી હતી તેમણે આ રોગથી બચવા માટે કાર્યસ્થળ પર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કીટનો ઉપયોગ કરવા, રજકણો ઉડતા રોકવા માટે પાણીનો છંટકાવ કરવા અને નિયમિત રીતે એક્સ-રે સહિતનું મેડિકલ ચેકઅપ કરાવવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે સમયસર રોગનું નિદાન કરાવી સર્ટિફિકેટ મેળવવા પર ભાર મૂક્યો હતો જેથી શ્રમિકો શ્રમ વિભાગની યોજનાઓ હેઠળ મળતી આર્થિક સહાય અને મફત સરકારી સારવારનો લાભ સરળતાથી મેળવી શકે કાર્યક્રમની શરૂઆતમાં નાયબ શ્રમ આયુક્તશ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી ત્યારબાદ અધિક શ્રમ આયુક્ત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ નિયામકશ્રી દ્વારા શ્રમયોગીઓને કાર્યસ્થળ પર રાખવાની થતી સેફ્ટી (સલામતી) અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી જ્યારે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા શ્રમયોગી કલ્યાણ બોર્ડની તમામ યોજનાકીય માહિતી, તેના લાભો અને સહાય મેળવવાની સરળ પ્રક્રિયા વિશે શ્રમિકોને વિસ્તારપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી આ વિશેષ પ્રસંગે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની માહિતી પુસ્તિકાનું મહાનુભાવોના હસ્તે વિમોચન અને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શ્રમયોગીઓના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત સંવેદનાપૂર્વક સાંભળ્યા હતા આ સાથે જ શ્રમિકોને સેફ્ટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વધુમાં ધન્વંતરિ આરોગ્ય રથ અને આરોગ્ય વિભાગના સંયુક્ત સહયોગથી શ્રમિકો માટે એક નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે આશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, અગ્રણી સર્વશ્રી પ્રતાપભાઈ ખાચર, વિજયભાઈ ભગત, સુરેશભાઈ ધરજીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ સિરામિક ઉદ્યોગ અને પથ્થર- ખાણ વ્યવસાય સાથે સંકળાયેલા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!