KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસનું ઝડપી એક્શન,વીજ વાયર ચોરી કેસમાં 24 કલાકમાં જ ત્રણ આરોપી ચોરાયેલ મુદ્દામાલ સાથે ઝબ્બે.

 

તારીખ ૦૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશને મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે આદરેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. કાતોલ-બોરૂ ઇન્ટેક વેલ ખાતેથી થયેલી વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાનો કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ સક્રિય બન્યા હતા. તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, “કાતોલ ગામેથી ત્રણ ઇસમો એક FZ કંપનીની મોટરસાયકલ (રજી. નં. GJ-17-CG-8038) પર ચોરીના વાયર ભરીને કાલોલ તરફ વેચવા માટે નીકળ્યા છે.” બાતમી મળતાની સાથે જ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બોરૂ ટર્નીંગ પાસે તુરંત નાકાબંધી ગોઠવી દીધી હતી ત્યારે આરોપીઓની પૂછપરછ અને ગુનાની કબૂલાત નાકાબંધી દરમિયાન વર્ણનવાળી મોટરસાયકલ આવતા જ પોલીસે તેને રોકી ત્રણેય ઇસમોની પૂછપરછ કરી હતી. તેમની પાસે રહેલા વાયરો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસ તેમને સ્ટેશને લાવી હતી. અહીં સઘન અને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું હતું કે, ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૬ની રાત્રે તેઓએ કાતોલ ખાતે આવેલા પાણી પુરવઠા વિભાગના કાતોલ-બોરૂ ઇન્ટેક વેલમાંથી આ વાયર ચોરી કર્યા હતા અને ઘરે સંતાડી રાખ્યા હતા જ્યાં ઝડપાયેલા આરોપીઓમાં યોગેશભાઈ રમેશભાઈ ડોડીયા (ઉ.વ. ૨૦) – રહે. કાતોલ ગામ, નિશાળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ. જ્યાં બીજો હાર્દિકકુમાર સંજયભાઈ પરમાર (ઉ.વ. ૨૨) – રહે. કાતોલ ગામ, દાદાવાળું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ અને ત્રીજો જગદીશકુમાર રંગીતસિંહ જાદવ (ઉ.વ. ૨૨) – રહે. કાતોલ, ટેકરાવાળું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ. જ્યાં રીકવર કરવામાં આવેલ મુદ્દામાલ માં કુલ ૨૫ મીટર કેબલ વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૧૦,૦૦૦/- થાય છે.

Back to top button
error: Content is protected !!