GUJARATKUTCHRAPAR

આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬ નાં જાહેર કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા૦૬ જૂન : ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્ય ની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬ છે. ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન ૬૦, ફિટર ૪૦, સોલાર ટેક્નિશિયન ૬૦, કોપા ૭૨, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર ૭૨, અને ધોરણ ૮ પાસ માટે વેલ્ડર ૨૦, વાયરમેન ૬૦, સુઇંગ ટેકનોલોજી(મહિલા) ૨૦ બેઠક પર પ્રવેશ મેળવી શકાશે. એડમિશન માટે જરૂરી ધોરણ ૮,૯,૧૦ ની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ નો દાખલો, આવક નો દાખલો, તમજ શારીરિક ખોડખાંપણ કે માજી સૈનિકના આશ્રિત હોવા અંગેના પ્રમાણપત્રો, આધારકાર્ડ, જેવા જરૂરી દસ્તાવેજો તથા તેની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાના રહેશે. એડમિશન મેળવવા ઈચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ રાપર ખાતે સવારે ૦૯:૩૦ કલાકથી ૦૫:૦૦ કલાક દરમિયાન અથવા વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર ફોર્મ ભરી નજીકની આઈ. ટી. આઈ. ખાતે વેરિફિકેશન માટે મુલાકાત લેવા જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!