રેશમિયા તળાવમાં માછલીઓ બચાવવા તાત્કાલિક કામગીરી કરાઈ – શિવરાજભાઈ જેબલિયા અગ્રણી, રેશમિયા ગામ

તા.07/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિશ્વ પર્યાવરણ દિવસની સાંજે રેશમિયા ગામના માલધારી હરજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામના તળાવમાં પાણી સંપૂર્ણપણે સૂકાઈ જતાં તેમાં રહેલી માછલીઓ ભારે ગરમીના કારણે તડપી રહી છે અને કેટલીક માછલીઓના મૃત્યુ પણ થયા છે હાલ ૪૫થી ૪૬ ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં જળચર જીવો માટે પાણી અને ઓક્સિજનનો અભાવ જીવલેણ બન્યો છે મળતી માહિતી મુજબ, બે-ત્રણ દિવસ અગાઉ ગામના સરપંચ દ્વારા બે ટ્રેક્ટર ટેન્કર મારફતે તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ અસહ્ય ગરમીને કારણે તે પાણી ઝડપથી સૂકાઈ જતાં ફરી કીચડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માછલીઓનું જીવન જોખમમાં મુકાયું હતું આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં રેશમિયા ગામના અગ્રણી શિવરાજભાઈ જેબલિયાએ તાત્કાલિક ચોટીલાના સેવાભાવી અને પારદર્શક વહીવટ માટે જાણીતા SDM એચ. ટી. મકવાણા સાહેબનો સંપર્ક કર્યો તેમણે ઘટનાની ગંભીરતા સમજી તરત જ પાણી પુરવઠા વિભાગના અધિકારીને સ્થળ પર મોકલ્યા તેમજ માછલીઓના જીવ બચાવવા માટે તાત્કાલિક પાણીનું ટેન્કર મોકલવાની સૂચના આપી હતી તેમના ઝડપી નિર્ણયથી અનેક જળચર જીવોને બચાવવાનો પ્રયાસ શક્ય બન્યો હતો આ પ્રસંગે શિવરાજભાઈ જેબલિયાએ જણાવ્યું કે આવા કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ SDM એચ. ટી. મકવાણા સાહેબ, SP પ્રેમસુખ ડેલુ સાહેબ તથા રેન્જ IG નિર્લિપ્ત રાય સાહેબ ગુજરાત સરકારની અમૂલ્ય સંપત્તિ સમાન છે તેમની કામગીરીથી સામાન્ય જનતાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે વ્યસ્ત જીવન દરેકનું હોય છે પરંતુ તેની આડમાં આપણા આસપાસના પર્યાવરણ, જંગલો, પક્ષીઓ, જળચર જીવો, કીટકો અને પશુઓ પ્રત્યેની જવાબદારી ભૂલવી ન જોઈએ. પ્રકૃતિ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે અને તેનું સંરક્ષણ કરવું એ જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી છે અંતમાં તેમણે જણાવ્યું કે આ નાનકડા માનવતાભર્યા પ્રયાસ દ્વારા તેમનો પર્યાવરણ દિવસ ખરેખર સાર્થક બન્યો છે.


