બાર વર્ષ સેવા-સુશાસનના PM નરેન્દ્ર મોદીના કાર્યકાળની ઉજવણી અંતર્ગત કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહા આરતીનું આયોજન.

તારીખ ૧૧/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત બાર વર્ષ સેવા, સુશાસન અને જનસેવાની યાત્રા પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર પરિસરમાં ગતરોજ મોડી સાંજે ભક્તો અને કાર્યકરોનો મોટો સમુદાય એકત્ર થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી મહા આરતીમાં દેશની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. શંખ અને ઘંટનાદથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત નવનિયુક્ત કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિત કાલોલ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી છેલ્લા બાર વર્ષમાં દેશે સુશાસન, વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવની નવી ઊંચાઈઓ સર કરી છે ત્યારે”સેવા જ સંગઠન”ના મંત્ર સાથે વડાપ્રધાન મોદીના નેતૃત્વને વધાવતા સહુએ દેશહિતમાં એકતાથી કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો અને મહા આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત સૌએ “હર હર મહાદેવ”ના નારા સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ સાથે કાલોલવાસીઓએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.







