KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ‘વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ડૉ. સુનીલભાઈ સાથે કરી સૌજન્ય મુલાકાત.

 

તારીખ ૧૧/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ બાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન” અંતર્ગત આજે કાલોલ મધવાસ સ્થિત નારાયણ હોસ્પિટલ ખાતે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથા જીલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન વિપુલભાઈ પરમાર દ્વારા ડૉ. સુનીલભાઈ સાથે સૌજન્ય મુલાકાત કરવામાં આવી હતી જ્યાં આ મુલાકાત દરમિયાન છેલ્લા 12 વર્ષમાં મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને “વિકસિત ભારત @2047″ના સંકલ્પ અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત, જન ઔષધિ કેન્દ્રો અને તબીબી સુવિધાઓના વિસ્તરણ જેવી સિદ્ધિઓ પર ખાસ વાતચીત થઈ હતી અને ડૉ. સુનીલભાઈએ સમાજના આરોગ્ય માટે સરકારની પ્રયાસોને બિરદાવતા કહ્યું કે જનસેવા અને તબીબી સેવા એકબીજાના પૂરક છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોએ જણાવ્યું કે સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથેનો આવો સંવાદ હંમેશા નવી પ્રેરણા આપે છે અને જનસેવાની દિશામાં વધુ કાર્ય કરવાની શક્તિ પૂરી પાડે છે. ત્યારે”સેવા જ સંગઠન”ના મંત્ર સાથે કાલોલના કાર્યકરોએ આ અભિયાન દ્વારા વધુને વધુ લોકો સુધી સરકારની સિદ્ધિઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!