CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા અને થાનગઢ તાલુકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

અધિકારીઓની કામગીરીને લઈ અને વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં, રાજ્ય સરકાર દ્વારા વિકાસશીલ તાલુકા કાર્યક્રમ અંતર્ગત ચોટીલા અને થાનગઢ તાલુકાઓની કામગીરીનું માસિક મૂલ્યાંકન કરવામાં આવે છે આ અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન વિકાસશીલ તાલુકા ક્રમાંકન માટે નિર્ધારિત 45 વિવિધ સૂચકની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર, ગ્રામ વિકાસ અને પાયાની સુવિધાઓ સંબંધિત એવા સૂચકો કે જેમાં ચોટીલા અને થાનગઢ તાલુકાની કામગીરી રાજ્યની સરેરાશ અથવા શ્રેષ્ઠ કામગીરી કરતા ઓછી જોવા મળી હતી, તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અઘ્યક્ષએ જણાવ્યું હતું કે વિકાસશીલ તાલુકા કાર્યક્રમ માત્ર ક્રમાંકન પૂરતો મર્યાદિત નથી પરંતુ સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર સેવાઓ અને યોજનાઓનો વધુમાં વધુ લાભ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે તેથી દરેક વિભાગે પોતાના નબળા સૂચકોનું મૂળ કારણ શોધી સમયબદ્ધ કાર્યયોજના તૈયાર કરી કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવો જરૂરી છે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ANC નોંધણી, રસીકરણ, કુપોષણ નિવારણ, ટીબી સારવાર સફળતા દર તથા જન્મ સમયે લિંગ ગુણોત્તર જેવા સૂચકોમાં વધુ સુધારા માટે આરોગ્ય વિભાગ અને ICDS વિભાગને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી શિક્ષણ ક્ષેત્રે SAT પરીક્ષાના પરિણામો, વિદ્યાર્થીઓની હાજરી, દિવ્યાંગ મૈત્રી સુવિધાઓ અને ICT આધારિત શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે શિક્ષણ વિભાગને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તદુપરાંત રોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત સૂચકો, મનરેગા હેઠળ રોજગારી સર્જન, મહિલા અને અનુસૂચિત જાતિ- જનજાતિના યુવાનોને તાલીમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવાની કામગીરીમાં વધારો કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી ગ્રામ વિકાસ અને પાયાની સુવિધાઓ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામ્ય માર્ગો, પીવાના પાણીની સુવિધા અને અન્ય વિકાસલક્ષી કાર્યોમાં ઝડપ લાવવા ભાર મૂકવામાં આવ્યો હતો અઘ્યક્ષે તમામ વિભાગીય અધિકારીઓને આગામી સમીક્ષા પહેલાં નબળા સૂચકોમાં નોંધપાત્ર સુધારો થાય તે માટે સંકલન સાથે કાર્ય કરવાની અને નિયમિત મોનીટરીંગ કરવાની સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચોટીલા અને થાનગઢ તાલુકાઓનું સ્થાન વધુ મજબૂત બને તેમજ વિકાસના લાભો અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તમામ વિભાગોએ ટીમ સ્પિરિટ સાથે કામગીરી કરવી આવશ્યક છે બેઠકના અંતે દરેક વિભાગને પોતાના સૂચકો માટે જવાબદારી નિર્ધારિત કરી આગામી સમીક્ષા બેઠક સુધીમાં લક્ષ્યાંક આધારિત કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!