
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું
અરવલ્લી, મેઘરજ : પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોને ઉજાગર કરવા મેઘરજ નગરમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નગરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી (DDO) મહેક જૈન ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પંચાયત સંગઠન પ્રમુખ, સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ જોડાઈને મેઘરજ નગરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ અને જનકલ્યાણના કાર્યોને લોકો સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.



