
તા.૧૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Fatepura:ફતેપુરા ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભવ્ય ‘મહા રક્તદાન કેમ્પ’ યોજાયો: રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા
“રક્તદાન કરો – જીવન બચાવો” ના ઉમદા સૂત્ર સાથે ફતેપુરા નગરજનો દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એક વિશાળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફતેપુરાના સ્થાનિક તંત્ર, વિવિધ સંગઠનો અને સામુહિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી આ માનવસેવાના કાર્યને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.તા.: ૧૪.૦૬.૨૦૨૬, રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી આ કેમ્પ ચાલશે.સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), ફતેપુરા.સહયોગ: આ કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા આરોગ્ય વિભાગ તેમજ સ્ટાફ ગણ, ફતેપુરાના સંપૂર્ણ સહયોગથી યોજાઈ રહ્યો છે, જ્યારે બ્લડ બેંક પાર્ટનર તરીકે સાર્વજનિક બ્લડ સેન્ટર, સંતરામપુર સેવા આપી રહ્યું છે.રક્તદાતાઓ માટે ખાસ વ્યવસ્થા:આયોજકો દ્વારા રક્તદાન કરવા આવતા નાગરિકો માટે વિશેષ સુવિધાઓ અને પ્રોત્સાહનનું આયોજન કરવામાં આવ્યું છે:સન્માન અને ભેટ: રક્તદાન કરનાર દરેક જાગૃત રક્તદાતાને એક સન્માનપત્ર તેમજ યાદગીરીરૂપે એક આકર્ષક ભેટ આપીને નવાજવામાં આવી રહ્યા છે.મહિલાઓ માટે અલગ વ્યવસ્થા: રક્તદાન કરવા ઈચ્છતી મહિલા રક્તદાતાઓ માટે કેમ્પમાં તદ્દન અલગ અને સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.માનવસેવા એ જ પ્રભુસેવા:”રક્તદાન એ મહાદાન છે, તમારું એક યુનિટ રક્ત કોઈના જીવનને નવી આશા અને નવજીવન આપી શકે છે” તેવા સંદેશ સાથે આયોજકો (વિશાલ નાહર હર્ષદ પંચાલ મનોજ કલાલ હાતિમ વોહરા. અજીજ ભાઈ) દ્વારા ફતેપુરાના તમામ યુવાનો, નાગરિકો તથા સમાજના આગેવાનોને આ મહાયજ્ઞમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અને કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, સવારથી જ સ્થાનિક લોકોમાં રક્તદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





