સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રમ વિભાગની બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત સઘન તપાસ
પાટડી અને સુરેન્દ્રનગર શહેરમાં 22 જેટલી સંસ્થાઓમાં દરોડા, 5 તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા.

તા.18/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પાટડી અને સુરેન્દ્રનગર શહેરમાં 22 જેટલી સંસ્થાઓમાં દરોડા, 5 તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા, સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રચાયેલી ડિસ્ટ્રીક્ટ ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં બાળમજૂરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સરકારી શ્રમ અધિકારી કે. એન. ચુડાસમા, મદદનીશ સરકારી શ્રમ અધિકારી ડી.બી.વાળા, ફેક્ટરી ઈન્સ્પેક્ટર વાય. જી. ગોહિલ, સોશિયલ વર્કર કે.બી.ચાવડા, સુરક્ષા અધિકારી એમ.બી.ડોરીયા, કેસ વર્કર ડી.એ.વાળોદરા, એ.એસ.આઈ આર. એન. મકવાણા સહિતની સંયુક્ત ટીમ દ્વારા પાટડી અને સુરેન્દ્રનગર સિટી વિસ્તારની વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, મોલ, બજાર, હોસ્પિટલ તથા અન્ય શહેરી વિસ્તારોની કુલ ૨૨ જેટલી સંસ્થાઓમાં આકસ્મિક ચાઈલ્ડ લેબર રેઈડ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પાટડી શહેરી વિસ્તારમાં આવેલ હોટેલ સહયોગ અને મહાવીર કોલ્ડ્રીંક્સ તેમજ સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના રેસ્ટોરેન્ટ અને નારાયણ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટરમાંથી કુલ ૦૫ તરુણ શ્રમયોગીઓ (બિન જોખમી વ્યવસાય) કામ કરતા મળી આવ્યા હતા. આ તમામ સંસ્થાઓ સામે શ્રમ વિભાગ દ્વારા ચાઈલ્ડ લેબર એક્ટ, રેગ્યુલેશનની તપાસ નોંધ પાઠવવામાં આવી છે જો આ સંસ્થાઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ક્ષતિ પૂર્તતા નહીં કરવામાં આવે તો તેમની સામે આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત જિલ્લામાં બાળમજૂરી નિવારણ અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ જાહેર સ્થળો પર બાળમજૂરી વિરોધી સંદેશા ધરાવતા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે મદદનીશ શ્રમ આયુક્ત, સુરેન્દ્રનગર દ્વારા સમાજના તમામ વર્ગોને બાળ અધિકારોના સંરક્ષણ અને ‘બાળમજૂરી મુક્ત સમાજ’ના નિર્માણમાં સહભાગી બનવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.



