કાલોલ શાંતિનિકેતન સ્કૂલ ખાતે 12 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, નિયમિત યોગથી સ્વસ્થ ભારતનું નિર્માણ’નો સંદેશ.

તારીખ ૨૧/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
એકવીસમી જુન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે એટલે ૨૧ મી જૂન યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાવ સાથે વિશ્વના ૧૯૩ દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો ત્યારથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાલોલ તાલુકા શામળદેવી ગામ નજીક આવેલી શાંતિનિકેતન સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ સાથે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ પુર્વ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે યોગ કરીને તંદુરસ્ત જીવનશૈલીનો સંકલ્પ કર્યો હતો.










